જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી મોબાઇલમાં એપ્લીકેશન ઉપર ક્રિકેટનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડા દરમિયાન શખ્સને ઝડપી લઇ રૂા.10250 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.5 માં જાહેર રોડ પર દિલીપ નાનાલાલ મહેતા નામનો શખ્સ તેના મોબાઇલમાં યુનીટી 777 નામની એપ્લીકેશનમાં આઈપીએલ 20-20 ક્રિકેટમેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે દિલીપને ઝડપી લઇ રૂા.5250 ની રોકડ રકમ અને એક મોબાઇલ મળી કુલ રૂા.10250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા ભરત ઉર્ફે ભજી ભાનુશાળીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.