Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર નજીકથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

એસઓજીએ લાલપુર ચોકડી પાસેથી દબોચ્યો : 7 હજારનો દેશી તમંચો કબ્જે કરી પૂછપરછ

- Advertisement -

જામનગર તાલુકાના દડિયા ગામ તરફ જવાના માર્ગ પરથી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે દરેડના શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના લાલપુર ચોકડી પાસે દડિયા ગામ તરફ જવાના માર્ગ પરથી તમંચા સાથે શખ્સ પસાર થવાની એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રવિ બુજડ, રાજેશ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા આંતરીને તલાસી લેતા મંજુલ રાજુ કુશ્વાહ (ઉ.વ.25) (રહે. દરેડ જીઆઇડીસી ફેસ-3) નામના શખ્સના કબ્જામાંથી રૂા.7000 ની કિંમતની દેશી હાથ બનાવટની લોખંડનો તમંચો મળી આવતા પોલીસે તમંચો કબ્જે કરી પંચકોશી એ ડીવીઝનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular