જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટીયા પાસે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપ ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર પૈસાની હારજીત કરતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.8,510ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 અંતર્ગત કોલકતા ખાતે મંગળવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા વનડે મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા સોદા કરી પૈસાની હારજીત કરતા રામશી ખીમા ડાંગર નામના શખ્સને જામજોધપુર પોલીસે વસંતપુરના પાટીયા પાસેથી ઝડપી લઇ તેની પાસેથી રૂા.510 ની રોકડ રકમ અને રૂા.8,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.8,510 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હેકો પી પી જાડેજા ચલાવી રહ્યા છે.