જામનગર શહેરના ટીંબા ફળી વિસ્તારમાં જાહેરમાં મોબાઇલમાં 20-20 મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.2940 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગ્રીનસીટી ઈવા પાર્ક પાસે આવેલા આવાસમાં રહેતો હર્ષદ વિનોદ ફલિયા નામનો શખ્સ બુધવારે રાત્રિના સમયે ટીંબા ફળી વિસ્તારમાં જાહેરમાં મોબાઇલમાં પાકિસ્તાનમાં ચાલતી પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલતાન અને લાહોર કલંદર વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન હર્ષદ ફલિયા નામના શખ્સને રૂા.940 ની રોકડ રકમ અને રૂ.2000 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.2940 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ રનફેરના સોદાની કપાત મીહિર ઉર્ફે મોઢીયો મુંજાલ પાસે કરાવતો હોવાની કેફીયત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ તપાસ હાથ ધરી હતી.