જામનગર શહેરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં ક્રિકેટનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઈડ દરમિયાન રૂા.17500 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા પાંચ ગ્રાહકોના નામો ખૂલ્યા હતાં. જેના આધારે પોલીસે છ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં પરેશ મગન સોલંકી નામનો શખ્સ તેના મકાનમાં આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા રન-ફેરની હાર-જીત કરાવતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન પરેશ મગન સોલંકી નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.17,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દિપક ભટ્ટી મો.81284 19291, હરુભા મો.88497 38895, એમ.ડી. મો.97234 79121, કપિલ ખવાસ મો.96386 06289, કિશોરભાઈ ઉર્ફે 6 નંબર મો.81404 06530 નામના ગ્રાહકોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીની ટીમે છ શખ્સો વિરૂધ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીને સોંપી આપ્યો હતો.