Friday, December 5, 2025
Homeરાજ્યમીઠાપુર નજીક ક્રૂરતાપૂર્વક પશુઓનું વહન કરતા શખ્સ સામે ગુનો

મીઠાપુર નજીક ક્રૂરતાપૂર્વક પશુઓનું વહન કરતા શખ્સ સામે ગુનો

ઈક્કો કારમાં 10 ઘેટાં ભરીને જતા શખ્સ સામે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામ નજીકના હાઈ-વે માર્ગ પરથી પસાર થતી જીજે-25-એએ-3989 નંબરની એક મારુતિ ઈક્કો મોટરકારને અટકાવી સ્થાનિક પોલીસે ચેકિંગ કરતા, આ મોટરકારમાં 10 ઘેટાને લઇ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

ઈક્કો મોટરકારમાં એકસાથે ઠાંસીને ભરવામાં આવેલા 10 ઘેટાંઓ માટે ઘાસચારા કે પાણીની સગવડતા વગર ક્રૂર રીતે અને આ મુક પશુઓ હલન ચલન કરી ન શકે તેવી ત્રાસદાયક પરિસ્થિતિમાં ખીચોખીચ ભરીને જતા પોરબંદરના રહીશ અયુબ હસન ભાઈ બાબી નામના 45 વર્ષના મુસ્લિમ શખ્સ સામે પોલીસે ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં પોલીસે રૂા. 20 હજારની કિંમતના 10 ઘેટાં, એક મોબાઇલ ફોન તથા અઢી લાખની કિંમતની ઈક્કો મોટરકાર મળી, કુલ રૂા. 270,500 નો મુદ્દામાલ કબ્જે કરી, આ પ્રકારની આગળની તપાસ મીઠાપુરના પીઆઈ જી.આર. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular