જામનગર શહેરના ટીંબાફળી વિસ્તારમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જીવંત પ્રસારણ ઉપર હારજીત અને રનફેરના સોદા કરી જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.15,210 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ દેશભરમાં અત્યારે 2024 આઈપીએલ ફીવર પુરજોશમાં ચાલી રહ્યો છે. આ આઈપીએલ ટૂર્નામેન્ટમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે. દરમિયાન જામનગરમાં શુક્રવારે રાત્રિના સમયે ટીંબાફળી ચોકમાં જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચમાં મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા રન ફેર અને હારજીતના સોદના કરી જુગાર રમાડતા સની ભરત વશીયર નામના જામનગરના વતની અને મુંબઇમાં રહેતાં શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઝડપી લઇ તેની પાસેથી રૂા.210 ની રોકડ રકમ અને રૂા.15000 ની કિંમતના મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.15210 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.