Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદરેડમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

દરેડમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા. 17120નો મુદામાલ કબજે

- Advertisement -

જામનગરના દરેડમાંથી પંચકોશી બી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને રોકડ સહિત કુલ રૂપિયા 17120ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના દરેડમાં જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની પંચકોશી બી ડિવીઝનના હે.કો. નિર્મલસિંહ જાડેજા પો.કો. ખીમભાઇ જોગલને મળેલ બાતમીને આધારે જિલા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ એમ.આર. રાઠવાના માર્ગદર્શન મુજબ પંચ બીના પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન પ્રકાશ વ્રજલાલ પરમાર નામના શખસને રોકડ રૂા. 11120 તથા 6000ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 171120ના મુદામાલ સાથે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો ઝડપી લઇ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular