Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સઆઈપીએલના મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો

આઈપીએલના મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો

રૂા.30 હજારની કિંમતના બે નંગ મોબાઇલ ફોન કબ્જે

- Advertisement -

જામનગર શહેરના અંધાશ્રમ ફાટક ઓવરબ્રીજ નીચેથી પોલીસે એક શખ્સને આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર મોબાઇલથી સટ્ટો રમતો ઝડપી લઇ રૂા.30 હજારની કિંમતનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ભારતમાં હાલ આઈપીએલ ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. ત્યારે જામનગર શહેરના અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે એક શખ્સ આઈપીએલની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચના લાઇવ પ્રસારણ ઉપરથી મોબાઇલ ફોન મારફતે મેચના રનફેરનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર કરશન બોચીયા નામના શખ્સને રૂા.30000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો. તેમજ મો.9723445619 તથા 9099301456 નંબરના ઉપર કરતો હોય બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular