જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા એક વેપારીને માનસીક બીમારી હોવાથી કંટાળી જઇ પાછળના તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ કાનાનગર શેરી નં-2માં રહેતા તુલસીદાસ જેઠાલાલ દામા નામના વેપારીને થોડીક માનસિક બીમારી હોય અને તેની દવા ચાલુ હોવાથી બીમારીથી કંટાળી જઇને આજરોજ મહાદેવના મંદિર પાસે પાછલા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બાદમાં મૃતદેહને જીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી છે.