Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અભિયાનને મહત્વની સફળતા

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અભિયાનને મહત્વની સફળતા

251 અતિ કુપોષિત પૈકી 230 બાળકોને પોષિત બનાવાયા: વધુ 134 ને દતક લેવાયા

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે શહેરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. આ વિવિધ કાર્યક્રમોમાં યશસ્વી વડાપ્રધાનના વિઝનને અનુલક્ષીને વિવિધ સેવા પ્રકલ્પો પણ કરવામાં આવ્યા હતાં ત્યારે જામનગર 79 દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા વધુ 134 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતાં અને વડાપ્રધાનના જન્મદિવસે એક અનોખો સેવા પ્રકલ્પ કરાયો હતો.

- Advertisement -

જામનગર ના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાન ને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા 251 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના 230 બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી છે. એટલુંજ માત્ર નહીં, તેઓએ ફરીથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ 134 અતિ કુપોષિત બાળકોને દતક લીધા છે, અને તેઓની સાર સંભાળ ની જવાબદારી સ્વીકારી છે.

જામનગર ના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેમણે પોતાના જન્મદિવસની ઉજવણી એક માત્ર સેવા પ્રકલ્પોજ હાથ ધરવાના ભાગરૂપે ગત 14.1.2023 ના રોજ પોતાના જ મતવિસ્તારમાં આવતી જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખાની આંગણવાડી કેન્દ્રમાંથી કુલ 251 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલા હતા.

- Advertisement -

જે તમામ બાળકોને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને જાન્યુઆરી માસથી સપ્ટેમ્બર માસ સુધી પ્રત્યેક બાળકોની કે જાતેજ સાર સંભાળ રાખવામાં આવી હતી, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવામાં આખરે સફળતા સાંપડી છે.

તેઓની અથાક જહેમત અને બાળકોના સ્વાસ્થ્ય સુધારા માટેના જરૂરી પગલાઓને લઈને 251 બાળકોમાં ધીમે ધીમે સુધારો આવ્યો છે, અને બાળકોની વારંવાર ની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી અને જરૂરી સાર સંભાળ ના અંતે કુલ 230 જેટલા બાળકોને અતિ કૂપોષિતમાંથી પોષિત બનાવવા માટેની મોટી સફળતા સાંપડી છે.

- Advertisement -

હાલમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના મતવિસ્તારની આંગણવાડીઓમાંથી પ્રાથમિક તપાસ કરતાં નવા 134 અતિ કુ પોષીત બાળકો આરોગ્યની ચકાસણી દરમિયાન મળી આવ્યા હતા. જે તમામ બાળકોને ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે, તેમજ આ તમામ બાળકોને અતિ કૂપોષિત માંથી સામાન્ય માં ન આવી જાય ત્યાં સુધી દર મહિને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવશે, તેવો ફરી સંકલ્પ કરવામાં આવ્યો છે. ઉપરાંત અતિ કુપોષિત બાળકોના વાલીઓ સાથે સતત પરામર્ષ કરી જરૂર પડ્યે સીએમટીસી સેન્ટરમાં રીફર કરવા માટેના પણ તેઓ દ્વારા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ની જહેમત રંગ લાવી છે, જેથી બાળકોના વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular