Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયએક નાની બાળકીએ રડતા રડતા “પતિ” પાસે જવાની જિદ્દ કરી, વિડીયો વાયુ...

એક નાની બાળકીએ રડતા રડતા “પતિ” પાસે જવાની જિદ્દ કરી, વિડીયો વાયુ વેગે વાયરલ

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાની છોકરી ખૂબ રડતી હોય છે અને તેની માતાને પોતાના પતિ વિશે પૂછતી હોય છે, અને પોતાના પતિ પાસે જવાની જિદ્દ કરતી હોય છે. તેની માં તેણીને સમજાવવાની કોશિશ કરી રહી છે કે નાની છોકરીઓના પતિ નહિ પરંતુ ભાઈ-બહેન હોય છે.

- Advertisement -

આ વિડીયોમાં એક નાની બાળકી જમીન પર બેઠા બેઠા રડતી હોય છે. તેણીની માં તેને પૂછે કે કે બેટા શા માટે રડે છે ત્યારે બાળકી તેને કહે છે કે મારે પતિ પાસે જવું છે. બધાના પતિ હોય છે તો મારો પતિ કેમ નહી ? બાદમાં તેણીની માં પૂછે કે કોણ છે તારો પતિ?  તો બાળકી કહે છે કે મામા, બાદમાં તેની માં સમજાવે છે કે મામાની પત્નીતો મામી હોય છે.બાળકોના પતિ ન હોય. બાદમાં નાની બાળકી જોર જોરથી રડવા લાગે છે અને પોતાના પતિ પાસે જવાની જિદ્દ કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular