ભરૂચ એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટનની કોર્ટમાં ચાલતા કેસમાં વકીલ દ્વારા ફરિયાદની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરતાં એસીબીએ રૂપિયા 4 લાખની લાંચ માંગતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ આ કેસના ફરિયાદી વિરૂધ્ધ ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગુન્હો દાખલ થયો હતો અને તેના વિરૂધ્ધ ચાર્જશીટ થઇ જતાં ભરૂચના ભરૂચ એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટનની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે ફાઇનલ દલીલો પર છે. એવામાં આરોપી ભરૂચ સેન્સસ કોર્ટના વકીલ સલીમ ઇબ્રાહિમ મનસુરીએ ફર્યિાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂા. 5 લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતા અને આ અંગે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેને લઇ એસીબી દ્વારા તા. 23ના રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. એસીબી ફિલ્ડ ત્રણ અમદાવાદના મદદનીશ નિયામક એ.વી. પટેલના સુપરવિઝન હેઠળ પી.આઇ. એસ.એન. બારોટ તથા પી.આઇ. ડી.બી. મહેતા સહિતના સ્ટાફ દ્વારા લાંચના છટકા દરમ્યાન ભરૂચમાં ભોલાવ રોડ જુની મામલતદાર કચેરી સામેથી આરોપી સલીમ ઇબ્રાહિમ મનસુરીને રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.