જામનગર શહેરમાં એરફોર્સ રોડ પરના વિસ્તારમાં આવેલા ઓટોગેરેજના સર્વિસ સ્ટેશનમાં બાળ મજૂરી કરાવતા સ્થળે ચેકીંગ દરમિયાન શ્રમ અધિકારીએ બાળમજૂરને મુકત કરાવી તેના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ પર કોમલનગર રેલવે ફાટકની બાજુમાં આવેલા મોમાઈ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનમાં બાળક પાસે મજુરી કામ કરતા કરાવતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડો. ડી ડી રામી તથા પોલીસે સંયુકત ચેકિંગ હાથ ધરાતા ગેરેજમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળક પાસે મજૂરી કામ કરાવતો હોવાનું ખુલતા શ્રમ અધિકારીએ બાળકને મુકત કરાવી તેના પરિવારજનોને સોંપી આપ્યો હતો અને ત્યારબાદ મોમાઈ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનના માલિક દિનેશ અરજણભાઈ ધોકીયા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.