જામજોધપુર તાલુકાના બુટાવદર ગામ નજીકથી પસાર થતા બાઈકસવારને પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતા બાઈકમાં પાછળ બેઠેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના પેટ્રોલપંપ પાસેથી માંડાસણના માર્ગ પરથી પસાર થતા બાઈકસવારને પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર ભગા વજાભાઈ ચાવડા અને અરજણ રામાભાઈ ચાવડા નામના બે યુવાનોને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક ભગા ચાવડાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આ અંગે મહેશ ચાવડા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી નાશી ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.