Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતચાલુ વરસાદે મુસાફરો ભરેલી સીટી બસમાં વિકરાળ આગ ફાટી નીકળી, જુઓ વીડિઓ

ચાલુ વરસાદે મુસાફરો ભરેલી સીટી બસમાં વિકરાળ આગ ફાટી નીકળી, જુઓ વીડિઓ

સુરતમાં આજે બપોરના સમયે મુસાફરો ભરેલી સીટી બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. પરંતુ તાત્કાલીક મુસાફરોને નીચે ઉતારી લેતા કોઈ જાનહાની થઇ ન હતી. સુરતના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામેની આ ઘટના છે. બપોરના સમયે ચાલુ વરસાદે મુસાફરો ભરેલી સીટી બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

બસમાં આગ લાગવાની જાણ થતા જ ડ્રાઈવરે બસ ઉભી રાખી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. અને તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવતા બસની આગ પર વરસતા વરસાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular