જામનગર શહેરના પટણી વાડ વિસ્તારમાં ગઈકાલે બંધ મકાનમાં કોઇકારણસર આગ લાગી હતી. આગના કારણે ઘરવખરી સળગી ગઈ હતી. બનાવની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી પરંતુ, તે પહેલાં ઘર વખરી સળગી ગઈ હતી. સદનસીબે મકાનમાલિક પરિવાર સાથે બહારગામ ગયા હોય કોઇ જાનહાની થઈ ન હતી.