ઈન્દોરના એક વ્યક્તિએ 24 કેરેટ સોનાથી પોતાનું ઘર બનાવ્યું છે. તેના આલીશાન ઘરની એક ઝલક જોઇને તમારી આંખો પણ ચમકી જશે. એક બંગલા બને ન્યારા…. આલીશાન ઘર બનાવવાનું સ્વપ્ન દરેકનું હોય છે. તો સોનુ પહેરવું કે ખરીદવુ પણ હાલ એક સ્વપ્ન જેવું જ થઈ ગયું છે ત્યારે એક વ્યક્તિ કે જે સોનાનું ઘર બનાવે છે તે સાંભળીને આંખો પહોળઇ થઈ જાય છે ત્યારે ચાલો ઈન્દોરના એક વ્યક્તિ કે જેને 24 કેરેટ સોનાથી પોતાનું ઘર બનાવ્યું તે જોઇએ…
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું ધ્યાન ખેંચ્યું છે જેમાં સોકેટસથી લઇને પાણીની ટાંકીઓ સુધી અનોખા ઘરની દરેક વસ્તુ વાસ્તવિક સોનાની બનેલી છે.
A house adorned with gold in Indore✨
The owner says the Gaushala outside brings positivity and divine blessings❤️ pic.twitter.com/T52EqUMoOi
— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) June 29, 2025
આ વીડિયો એક કન્ટેન્ટ ક્રિએટર દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ ઘરના માલિકે જણાવ્યું કે, તેણે તેના ઘરની બહાર એક ગૌશાળા બનાવી છે જે સકારાત્મકતા લાવે છે. દરરોજ સવારે તે તેની પત્ની સાથે ઉઠીને સૌ પ્રથમ બાલ્કનીમાંથી ગૌમાતાના દર્શન કરે છે. ત્યારબાદ દંપતી કન્ટેન્ટ ક્રિએટરને અંદર લઇ ગયા જ્યાં તેમણે કહ્યું કે, તેમના ઘરમાં વપરાતું સોનુ 24 કેરેટ સોનુ છે ફર્નિચર હોય કે વોશબેસિન, ઇલેકટ્રીકલ સોકેટ હોય કે પછી તેમના ઘરમાં પાણીની ટાંકી બધુ જ વાસ્તવિક સોનાનું બનેલું છે. જે ખૂબ જ અદભૂત અને સુંદર લાગે છે. તેમના ઘરમાં 10 બેડરૂમ છે. ડાઈનિંગ એરિયામાં એક ફુવારો છે અને બહાર એક સુંદર બગીચો છે.
ત્યારે ફકત ઘર જ નહીં આ માણસના ગેરેજમાં કાર કલેકશન પર નજર નાખીએ તો 1936 ની વિન્ટેજ મર્સિડીઝ થી લઇને બીએમડબલ્યુ અને રેન્જરોવર સુધી તેની પાસે લકઝરી કારનો શાનદાર કલેકશન છે તે વીડિયોમાં એમ પણ કહે છે કે તે તેમાં પ્રયાસ કરે છે કે ઈન્દોરમાં જે પણ નવી કાર લોન્ચ થાય છે તે પહેલાં તેના ઘરે આવી.


