Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરમસિતિયા ગામે અશ્ર્વદોડ યોજાઇ

મસિતિયા ગામે અશ્ર્વદોડ યોજાઇ

જામનગર નજીક આવેલ મસિતિયા ગામે ધૂળેટીના પર્વ ઉપર હઝરત કમરૂદિન શાહ પીર ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. મસિતિયા ગામે છેલ્લા ઘણાં વર્ષોથી આ ઉર્ષ શરિફ નિમિતે ઘોડા-બળદ ગાડા રેસનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્વક ઉર્ષ શરિફની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે અશ્ર્વદોડમાં વિવિધ ગામોમાંથી આવેલા ઘોડેસવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મસિતિયા ગામે દરવર્ષે યોજાતી અશ્ર્વદોડ મહત્વની હોય છે. મસિતિયા ગામની આ અશ્ર્વ રેસનું મહત્વ એ છે કે અહીં વિજેતાઓને કોઇ મોટી રકમનું ઇનામ નથી હોતું પરંતું જે પણ વિજેતા થાય છે તેને સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. અહીં રેસમાં ભાગ લેવા ઘોડેસવારો આતુર હોય છે. આ રેસમાં ભાગ લેવા માટે લોકો અગાઉથી તૈયારીઓ પણ શરૂ કરી દે છે. આ ઉર્ષની ઉજવણીમાં મસિતિયા ગામના આગેવાનો, સરપંચ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular