25 ડિસેમ્બરના દિવસે ઈશાઈ લોકો નાતાલ ઉજવે છે. રાત્રિના સમયે ચર્ચોમાં પ્રાર્થના થતી હોય છે. પરંતુ ભારતમાં રહેનારા સનાતની હિન્દુઓ પોતાની વૈદિક સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વડતા દેખાય આવ્યા છે. હોટલો કે મોટા શો રૂમમાં પોતાના બિઝનેસ વધારવા જાહેરાત કરવા માટે 25 ડિસેમ્બરની રાત્રે શાંતાક્લોઝ બનાવી શો રૂમની દરવાજે કે હોટલોની બહારે ડી.જે. સાથે બાળકોને એકત્રિત કરી નાચ ગાનની પાર્ટીઓ કરતા હોય છે અને ચોકલેટો આપતા હોય છે. તેથી બાળકો આ સાન્તાક્લોઝ તરફ આકર્ષાય છે તેમ જ નાતાલ અને ઈસાઈના તહેવારો તરફ વધુ પ્રભાવિત થતા હોય છે. ખરેખર આપણે ઋષિમુનિના વંશજો છીએ. આપણે ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણને માનનારા છી, ત્યારે આપણા તહેવારને ઉત્સવપૂર્વક ઉજવવાનું આપણી સંસ્કૃતિ શીખવે છે ના કે જોકર બનીને કે તેમની સાથે ઊભા રહીને ડાન્સપાર્ટીઓ કરવાનું એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. તેમ હિન્દુ સેના દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.
આજના દિવસે સનાતન હિન્દુ ધર્મના લોકોએ પોતાના આંગણામાં તુલસીજીનું પૂજન કરી અને આ દિવસને ઉજવવો જોઈએ. સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ અનેક ગણું છે, તુલસીને આપણે માતા તરીકે સ્વીકારી પણ છીએ. તેમાંથી આપણી રોગપ્રતિકારક શક્તિ સામે લડવાની તાકાત મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું ઘણું મહત્વ આવેલું છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ તુલસીને અલગથી સ્થાન આપેલું છે. જામનગરમાં આ દિવસે હોટલોમાં, શો રૂમમાં બહારે સાન્તાક્લોઝને લઈ થતા કાર્યક્રમોમાં હિન્દુ સેનાના શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં શહેરના પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, યુવા ઉપપ્રમુખ હિરેનભાઈ, રાજાભાઈ માવાણી, ઑમ ભાનુશાલી, કરણ દવે, જીલ બારાઇ,હિમાલય હેર આર્ટ વાળા મનાભાઈ લખીયાર, નવઘણસિંહ જાડેજા, રવિ લાખાણી, દિવ્યેશ વિજાણી, રોહિત નારવાની, બીપીનભાઈ પંડ્યા, રાજ રાઠોડ, સહિત સાથે મળી શહેરમાં હોટેલો, શો રૂમ પર પહોંચી સાન્તાક્લોઝને તિલક કરી હાર પહેરાવી અને લોકોને સનાતન હિન્દુ ધર્મના અને આપણી સંસ્કૃતિ તેમજ તુલસી માતાનું મહત્વ સમજાવી અનોખો સંદેશો પહોંચાડ્યો હતો.