સોશિયલ મીડિયા પર અવાર નવાર ગીર અને અમરેલી માંથી સિંહના વિડીઓ વાયરલ થતાં હોય છે. અમરેલીના પીપાવાવ પોર્ટ પર મોડી રાત્રે એક રસ્તા પર વાહનની સામે 6 જેટલા સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. વાહનચાલકે તેનો વિડીઓ કેમેરામાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
#AMRELI #Lion #Video #Khabargujarat
અમરેલીમાં રસ્તા પર છ સિંહો જોવા મળ્યા
વિડીઓ વાયરલ pic.twitter.com/urQcY5fgyJ— Khabar Gujarat (@khabargujarat) April 5, 2022
અમરેલી માંથી અગાઉ પણ અનેક વખત સિંહોના વિડીઓ સામે આવ્યા છે. અને ઘણી વખત ગામડાઓમાં ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાતો હોય છે. ઘણી વખત જૂનાગઢ અને અમરેલીના આંતરિયાળ વિસ્તારોમાં પણ જંગલના રાજાના દર્શન થઈ જતાં હોય છે. ત્યારે એક દિવસ પૂર્વે નવજાત સિંહબાળ સાથેનો સિંહણનો એક અદભૂત વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક સિંહણ પોતાના તાજા જન્મેલા બાળકને મોઢામાં લઇને સુરક્ષિત સ્થળે લઇ જતી હતી.