જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતાં જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતા મેઘજીભાઈ વીરાભાઈ વાઘેલા (ઉ.વ.75) નામના વૃદ્ધ અને તા.15 ના રોજ સાંજના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ધીરજભાઇ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.બી.લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.