Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અડધો કલાકની વાઝડીએ વીજતંત્રને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો

જામનગરમાં અડધો કલાકની વાઝડીએ વીજતંત્રને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો

શહેરમાં ખોરવાયેલો વીજપુરવઠ્ઠો ક્યારે થશે કાર્યરત જાણો

- Advertisement -

જામનગરમાં અડધો કલાકની વાઝડીએ વીજતંત્રને  440 વોલ્ટનો ઝાટકો આપ્યો છે.શહેરમાં સાંજના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદે તબાહી સર્જી છે. જામનગર શહેરમાં તમામ જગ્યાએ નાનું મોટું નુકશાન સર્જાયું છે. વૃક્ષો ધરાશાઈ થવાને પરિણામે અનેક જગ્યયાએ વીજ વાયર તૂટી પડ્યા છે અને વીજપોલ પણ ધરાશાઈ થયા છે. વાઝડીને કારણે શહેરના તમામ વીજફીડરો ઠપ્પ થઈ જતા આખું શહેર અંધકારમાં ધકેલાયું છે. વીજતંત્રનું માનીએ તો આવતીકાલ સવાર સુધી વીજપુરવઠ્ઠો પૂર્વવત થવાની સંભવાના ખુબ ઓછી છે.

- Advertisement -

જામનગરમાં તમામ જગ્યાઓ પર વીજપુરવઠ્ઠો ખોરવાતા અનેક ફરિયાદો આવી રહી છે. ખબર ગુજરાત દ્રારા જામનગરના અધિક્ષક ઇજનેર એસ.આર.રાડા સાથે વાતચીત કરવામાં આવી હતી તેમના જણાવ્યા મુજબ હોસ્પિટલના ફીડરને બાદ કરતા શહેરમાં એક પણ જગ્યાએ વીજળી નથી.

જામનગરમના 11 સબડીવીઝન આવેલ છે. અને 60 ફીડરો છે જે તમામ અત્યારે બંધ છે. વૃક્ષો પડવાના લીધે વીજવાયરો તૂટી પડ્યા છે. કામદાર કોલોની, ખોડીયાર કોલોની, સત્યમ રોડ અને નીલકમલ વિસ્તારમાં 7થી8 વીજપોલને નુકશાન થયું છે. હાલ શહેરમાં પીજીવીસીએલની 35 ટીમો કામે લાગી છે. અંદાજે મધ્યરાત્રી સુધીમાં સરકારી ઓફિસોમાં વીજળી શરુ થવાની સંભાવનાઓ છે. ત્યારે શહેરીજનોએ આજ રાત્રી અંધારપટ્ટમાં વિતાવવી પડશે. જામનગરમાં પીજીવીસીએલના 70% નેટવર્ક પર વૃક્ષો પાડવાને લીધે શહેરમાં તમામ જગ્યાએ વીજપુરવઠ્ઠો ખોરવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular