ઉત્કૃષ્ઠ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ચામુંડા રાસ ગરબા તથા સંકલ્પ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ જામનગર દ્વારા મહાશિરાત્રિ નિમિતે પિતા વિહોણી 11 દિકરીઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.
વિશાલ હોટલ સામે આવેલ વસંત પરિવારની વાડીમાં 11 દિકરીઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. કોરોનાકાળ દરમિયાન અનેક લોકોના મૃત્યુ નિપજયા હતા. જેમાં અનેક દિકરીઓએ માતા-પિતાની છાત્રછાયા ગુમાવી હતી. આવી અનાથ દિકરીઓની વારે ઉત્કૃષ્ઠ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ચામુંડા રાસ ગરબા અને સંકલ્પ એયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ આવ્યું હતું. અને માતા પિતા વગરની 11 દિકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું.