જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મહિલા વિભાગ સહિત ની ટીમ સાથે ખાસ બેઠક યોજાઈ રહી છે. જામનગર જિલ્લાના દડીયા- નારણપર પ્રખંડ ની બેઠક નારણપરના ભાનુશાળી સમાજ ખાતે તાજેતરમાં મળી હતી.
જામનગરના ભાગોળે આવેલ નારણપરના ભાનુશાળી સમાજ ખાતે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા ની અધ્યક્ષતામાં મળેલી પ્રખંડ બેઠકમાં ખાસ સૌરાષ્ટ્ર પ્રાંતના બજરંગ દળ ના સંયોજક રવિરાજસિંહ જાડેજા અને વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા એ વિશ્વ હિન્દુ પરિષદ અને તેના વિવિધ આયામો અંગે માહિતી આપી હતી. હિન્દુત્વ માટે યુવાનોએ આવનારા સમયમાં બજરંગ દળ સાથે જોડાઈ સંગઠનને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવતા ઉપસ્થિત લોકોએ અને સ્થાનિક કાર્યકરોએ આ વાતને ઝીલી લીધી હતી. આ બેઠક દરમિયાન 100 જેટલા હિન્દુ યુવાનો અને ગામના આગેવાનો જોડાયા હતા. આવનારા 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં દડીયા નારણપર પ્રખંડ માંથી કાર્યકરો જોડાશે તેવી પર ખાતરી આપી હતી.
વિશ્વ હિંદુ પરિષદની ખાસ પ્રખંડ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, જિલ્લા સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, બજરંગ જામનગર જિલ્લાના સંયોજક પ્રિતમસિંહ વાળા, બજરંગ જામનગર જિલ્લાના સહસંયોજક વિશાલભાઈ હરવરા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નારણપરના ભાનુશાળી સમાજ ખાતે વિશ્વ હિંદુ પરિષદની બેઠકના આયોજન માટે નવીનભાઈ નંદા, મણીભાઈ ચાંદ્રા, ધવલભાઇ ચાંદ્રા, કમલેશભાઈ બરવાળા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ સહિતના સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદની પ્રખંડ બેઠક યોજાઇ
100 જેટલા યુવાનો વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયા