Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રીક્ષામાં આવતા વૃધ્ધના ગળામાંથી સોનાની કંઠીની ચીલઝડપ

જામનગર શહેરમાં રીક્ષામાં આવતા વૃધ્ધના ગળામાંથી સોનાની કંઠીની ચીલઝડપ

સમર્પણ હોસ્પિટલથી ગોકુલનગર જતાં સમયે બનાવ: રીક્ષાચાલક અને બે અજાણ્યા શખ્સો દ્વારા કંઠી ચોરી લીધી : પોલીસ દ્વારા રીક્ષાચાલક સહિતનાઓની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધ સમર્પણ હોસ્પિટલથી તેના ઘર તરફ પેસેન્જર રીક્ષામાં જતાં હતાં તે દરમિયાન રીક્ષાચાલક બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી વૃદ્ધે પહેરેલી રૂા.1.60 લાખની કિંમતની તુલસીના દાણાવારી કંઠી ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિતગ મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં રામનગર શેરી નં.5 માં રહેતાં નિવૃત્ત પોલાભાઈ કરશનભાઈ અશ્વાર (ઉ.વ.70) નામના વૃધ્ધ ગત તા. 13 ના રોજ શનિવારે સાંજના સમયે સમર્પણ હોસ્પિટલેથી પેસેન્જર રીક્ષામાં બેસીને તેના ઘરે આવી રહ્યા હતાં તે દરમિયાન શંકર મંદિર રેલવે ફાટક પાસે પહોંચતા રીક્ષાચાલકે તેની બાજુમાં બેસેલા પેસેન્જર પાછળથી સીટમાં મોકલી દીધો હતો. જેમાં અગાઉથી જ બે પેસેન્જર અને રીક્ષાચાલક બેઠા હોય જેના કારણે વૃધ્ધ સહિતના ત્રણ પેસેન્જરો થઈ જતાં ગીરદી કરી ધક્કામુકી કરતા હતાં અને તે દરમિયાન વૃધ્ધના ગળામાં પહેરેલો રૂા.1.60 લાખની કિંમનની સાડા ત્રણ વર્ષ પહેલાં બનાવેલી તુલસીના દાણાવાળી સોનાની કંઠીની ચોરી કરી લીધ હતી. જો કે, આ બનાવની જાણ રિક્ષામાંથી ઉતરી ગયા પછી થઈ હતી. જેના આધારે વૃધ્ધે પોલીસમાં રીક્ષાચાલક અને બે અજાણ્યા પેસેન્જર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.બી. બરસબીયા તથા સ્ટાફે ગુનો નોંધી તસ્કર ત્રીપુટીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular