Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરહોસ્પિટલે જવા નિકળેલી યુવતી અચાનક લાપતા થઈ ગઈ

હોસ્પિટલે જવા નિકળેલી યુવતી અચાનક લાપતા થઈ ગઈ

જામનગરનાં લાલપુર રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી તેની પિતરાઇ સાથે હોસ્પિટલ જવાનું ઘરેથી નિકળ્યા બાદ લાપતા થયેલી યુવતીની પોલીસે શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલપુર રોડ પર કિર્તી પાનવાળી શેરીમાં મોદી સ્કુલની સામે રહેતી પ્રિતીબેન ધર્મેશભાઈ મેરડિયા (ઉ.વ.20) નામની યુવતી તેના માસીના દિકરી સુસ્મિતાબેન સાથે હોસ્પિટલે જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ક્યાંય પતો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે મેઘપર પોલીસે લાપતા થયેલી પ્રિતીબેનની શોધખોળ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular