જામનગર શહેરમાં પંચવટી ગૌશાળા પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 12માં રહેતાં મજિદભાઇ જમાલભાઇ સોલંકી નામના યુવાનની પુત્રી સાનિયા મજિદભાઇ સોલંકી (ઉ.વ.19) ગત્ તા. 10ના રાત્રિના સમયે હોલમાં તેના ભાઇ સાથે નિદ્રાધિન હતી. તે દરમ્યાન રાત્રિના સમયે સાનિયાબેન પરિવારજનોને જાણ કર્યા વગર ઘરેથી એકાએક લાપત્તા થઇ ગઇ હતી. અને ત્યારબાદ પુત્રીની સગા-વ્હાલાઓ અને મિત્રમંડળમાં પૂછપરછ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે યુવતીના પિતા દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે લાપત્તા થયેલી સાનિયાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


