ધ્રોલ તાલુકાના હરિપર ગામમાં રહેતાં અમરાભાઇ ભુંડિયાની પુત્રી મંજુબેન ઉર્ફે કાજલબેન (ઉ.વ.18) નામની યુવતી તા. 19ના રોજ બપોરના સમયે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળ્યા બાદ લાપત્તા થઇ હતી. પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


