Sunday, December 14, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં બાળકીનું નિંદ્રાધીન હાલતમાં મોત

ખંભાળિયામાં બાળકીનું નિંદ્રાધીન હાલતમાં મોત

ગુરૂવારે રાત્રીના ભોજન બાદ નિંદ્રાધીન : સવારે બેશુઘ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરાઇ : પોલીસ દ્વારા કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતી 14 વર્ષની બાળકી ગુરૂવારે રાત્રીના ભોજન કર્યા બાદ સુઇ ગઇ હતી અને નિંદ્રાધીન અવસ્થામાં બેશુઘ્ધ થઇ જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતા ભરતભાઇ સવજીભાઇ નકુમ નામના યુવાનની પુત્રી રાધીકાબેન નકુમ (ઉ.વ.14) નામની બાળકી ગુરૂવારે રાત્રીના સમયે ભોજન કર્યા બાદ સુઇ ગઇ હતી અને ત્યારબાદ શુક્રવારે સવારે બાળકીને ઉંઘમાંથી જગાડતા ઉંઠી ન હતી. બાદમાં બેશુઘ્ધ હાલતમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ભરતભાઇ દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular