રીલ બનાવવાની ધુને એક યુવતીનો ભોગ લીધો. અવારનવાર આપણે એવા સમાચારો સંભાળતા હોય છીએ કે રીલ બનાવવા માટે લોકો જીવના જોખમ ખેડતા હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં એક યુવતીએ રીલ બનાવવાના ચક્કરમાં 300 ફૂટ ઊંડે ખીણમાં જીવ ગુમાવ્યો.
View this post on Instagram
છત્રપતિ શંભાજીનગર જીલ્લાના સુલીભંજનમાં 23 વર્ષીય શ્વેતા દીપક સુરવસે મિત્ર સુરજ સાથે સુલીભંજન હિલ્સ ગઈ હતી. જે દરમ્યાન ત્યાં તેણી ડ્રાઈવિંગ શીખતી વખતે રીલ્સ બનાવડાવી રહી હતી. તે દરમ્યાન કાર ખાડીમાં ખાબકી અને અકસ્માત સર્જાયો હતો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેણી કર ચલાવી રહી છે અને તેનો મિત્ર વિડીયો બનાવી રહ્યો છે, આ દરમ્યાન કાર રીવર્સ કરતી વખતે શ્વેતાએ બ્રેક ને બદલે એક્સીલેટર દબાવી દીધું અને કાર પાછળ ખીણમાં પડી જાય છે, તેનો મિત્ર તેને કલચ દબાવવાનું પણ કહે છે અને તે કાર રોકવા દોડે પણ છે પરંતુ તેણીનો કન્ટ્રોલ કાર પર રહેતો નથી અને કાર 300 ફૂટ નીચે ખીણમાં ખાબકે છે અને શ્વેતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજે છે.