જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી યુવતી તેણીની માતા સાથે ખેતરે ખેતી કામ કરતી હતી તે દરમિયાન પગ લપસી જતા કુવામાં પડી જવાથી ડૂબી જતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતાં ભાવનાબેન લવજીભાઈ પરમાર (ઉ.વ.23) નામની ખેતીકામ કરતી યુવતી મંગળવારે સાંજના સમયે તેની માતા સાથે ખેતરે ગઈ હતી અને ખેતી કામ કરી રહી હતી. તે દરમિયાન વાડીમાં રહેલા કુવા પાસે જતા કોઇ કારણસર પગ લપસી જવાથી ઉંડા કુવામાં ખાબકી હતી. યુવતીનું કુવામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવતીનો મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલવા તજવીજ આરંભી હતી.