લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતી યુવતીને તેણીના ઘરે રાત્રિના સમયે કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા અને ખેતી કરતા અરજણભાઈ પુનાભાઈ બેલા નામના યુવાનની પુત્રી રશ્મીલાબેન બેલા (ઉ.વ.18) નામની યુવતીને ગત તા. 18 ના રોજ રાત્રિના સમયે તેના મકાનના ફળિયામાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં તબિયત લથડી હતી. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીઓે જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.