જામજોધપુરના સીદસર ઉમિયાજી મંદિરના ભોજનાલયમાંથી અજાણ્યા તસ્કરોએ ગેસ ભરેલો સિલીન્ડર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના ભોજનાલયમાંથી ગત તા.23 ના બપોરના સમયે અજાણ્યો તસ્કર લોબીમાં પડેલ રૂા.4000 ની કિંમતનો ગેસ ભરેલો સિલીન્ડર ચોરી કરી ગયો હતો આ અંગે ભરતભાઈ માકડિયા દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.