સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વોર્ડમાં તા. 12 તથા તા. 13 બે દિવસમાં તમામ વોર્ડને આવરી લઇ નિ:શૂલ્ક કોરોના રસી કેમ્પ યોજાશે. આજે તા.13ના રવિવારે આ રસિકરણ કેમ્પ સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં.1માં શાળા નં. 27 બેડેશ્ર્વર મંદિરની પાસે, વાલસુરા રોડ, અને વોર્ડ નં. 6માં હિન્દી શાળા દિગ્જામ પાસે, વોર્ડ નં. 8માં લેઉવા પટેલ સેવા સમાજ રણજીતનગર, વોર્ડ નં. 9માં લેઉવા પટેલ જ્ઞાતિ બહુચરાજી મંદિર પંચેશ્ર્વર ટાવર, વોર્ડ નં.10માં બારદાન વાલા કોમ્પલેક્ષ વિકટોરિયા પુલ પાસે, વોર્ડ નં. 11માં મુરલીધર સ્કુલ રામવાડી ગુલાબનગર, વોર્ડ નં.12માં સતવારા સમાજવાડી કાલાવડ નાકા બહાર, વોર્ડ નં. 15માં સતવારા સમાજ ગોકુલનગર ખાતે ચાલતા રસિકરણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને રસી મેળવતા લોકોની મુલાકાત કરી હતી. આ રસીકરણ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભમાઇ કગથરા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેરામણ ભાટ્ટુ, પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા સહિતના આગેવાનો અને કોર્પોરેટરો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.