Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં આજથી ચાર દિવસીય વિશાળ ટેક-ફેસ્ટનો પ્રારંભ

જામનગરમાં આજથી ચાર દિવસીય વિશાળ ટેક-ફેસ્ટનો પ્રારંભ

- Advertisement -

આખા વિશ્વમાં જામનગરની ઓળખાણ બ્રાસ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે છે. આ બ્રાસ ઈન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજીથી પરિચિત કરવા માટે જામનગર જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા 5 જાન્યુઆરીથી ચાર દિવસીય વિશાળ ટેક-ફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે. આ ટેક ફેસ્ટ નો ઓપનિંગ સંત મહંત અને આગેવાનો દ્વારા કરવા માં આવ્યો. આ ટેક ફેસ્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લેવા જામનગર આવશે.

- Advertisement -

કાર્યક્રમનો ઇનોગ્રેશન જામનગરના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આરસી ફળદુ દ્વારા કરવામાં આવ્યું, વેલકમ સ્પીચ પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ આઈપી, દીપ પાગટય મેહમાનોના હસ્તે કરવામાં આવ્યો, આભાર વિશાલભાઈ લાલકીયાએ પ્રકટ કર્યું, આશીર્વચન દેવ પ્રસાદજી મહારાજે આપ્યા. આ દરમિયાન સનલાઈન ઈન્ફોટેક ઈન્ડીયાના બ્રિજેશભાઈ પુરોહિત, એડેકસ ઈવેન્ટસના ધર્મેશભાઈ રાઠોડ, મોરી (મેનેજર – જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર), રમેશભાઈ મુંગરા, (પ્રમુખ – જીલ્લા ભાજપ), વિમલભાઈ કગથરા, (પ્રમુખ – શહેર ભાજપ), બપેન્દ્રસિંહ જાડેજા, (પ્રમુખ – જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ.), લાખાભાઈ કેશવાલા (પ્રમુખ, જામનગર ફેક્ટરી ઓનર્સ એશોશિએશન), ગંગદાસભાઈ કાછડીયા, (અગ્રણ્ય ઉદ્યોગપતિ), દિનેશભાઈ ડાંગરીયા (પ્રમુખ- જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એશોશિએશન), અશોકભાઈ દોમડીયા (ઈવેન્ટ ચેરમેન – જામનગર ટેક-ફેસ્ટ), ભરતભાઈ ડાંગરીયા (પ્રમુખ- લઘુ ઉદ્યોગ ભારતી – જામનગર), વિશાલભાઈ લાલકીયા (મંત્રી – જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એશોશિએશન), બ્રિજેશભાઈ પુરોહીત (ઈવેન્ટ પાર્ટનર – સનલાઈન ઈન્ફોટેક), ધર્મેશભાઈ રાઠોડ (ઈવેન્ટ પાર્ટનર – એડેક્ષ ઈવેન્ટ એન્ડ એકઝીબીશન), હરેશભાઈ રામાણી (ઉપપ્રમુખ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન) વગેર ઉપસ્થિત હતા. આ ટેક ફેસ્ટમાં 300 થી વધુ સ્ટોલ સાથે જામનગરના ઔધોગિક વિકાસમાં સહભાગી થશે.

- Advertisement -

5 લાખ સ્કેવર ફૂટમાં 300 થી વધુ ઉધોગ સાહસિકો આ એકઝીબિશનમાં જોડાશે, દેશ-વિદેશમાંથી અનેક ઉધોગ સાહસિકોને આમંત્રિત કરવામાં આવેલ છે. ત્યારે જી.આઈ.ડી.સી. ફેસ – ર/3, પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ટીમ સતત આ એકઝીબીટરોને સારામાં સારી સગવડ મળે અને જામનગરના ઉધોગોનો વિકાસ થાય તેમ કામો કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular