Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહોરમના જુલુસ માર્ગ પર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ...

જામનગરમાં મહોરમના જુલુસ માર્ગ પર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમની રંગે ચંગે મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આગામી તા.૧૭ મી જુલાઇ બુધવાર ના રોજ મોહરમનું ભવ્ય જુલુસ જામનગર શહેર ખાતે યોજાનાર હોઇ ત્યાર જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની આગેવાનીમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મહોરમના પર્વને અનુલક્ષીને મોહરમનું ભવ્ય ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઇચારાની ભાવના વચ્ચે યોજાય તેને લઇને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતી.

- Advertisement -

જેમાં જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના નેજા હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા, સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ એમ.એન.રાઠોડ, દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિત સ્ટાફ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી દરબારગઢ વિસ્તાર,પાંચ હાટડી વિસ્તાર, પટણીવાડ, મોટાપીર ચોક વિસ્તાર, ખોજા ગેટ વિસ્તાર, કિશાન ચોક વિસ્તાર, ખંભાળિયા ગેટ વિસ્તાર, હવાઇ ચોક વિસ્તાર, માંડવી ટાવર, બરધન ચોક વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular