28 ઓગસ્ટ 2025 ના રોજ બાસુકેદાર તહસીલના બડેથ ડુંગર ટોક વિસ્તારમાં વાદળ ફાટવાથી બધુ જ તણાઈ ગયું. આખે આખુ ગામ ગાયબ થઈ ગયું. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં પર્વત પરથી આવેલા પુરે વિનાશ સર્જયો છે.
રૂદ્રપ્રયાગના ચેનાગઢ ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. બજાર કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. વાહનો વહી રહ્યા હતાં. કેટલાંક લોકો ગુમ છે. આખુ ગામ ગાયબ થઈ ગયું છે. ત્યારે વહીવટી તંત્ર એનડીઆરએફ અને એસડીઆરએફ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હિમાલયી સુનામી જેવી આ આફતે ચેનાગઢને કાટમાળમાં ફેરવી દીધું. બજાર કાટમાળમાં ફેરવાઈ ગઇ છે. જ્યારે કેટલાંય લોકો ગુમ છે.
#Uttarkhand | SDRF Uttarakhand rescued 40 people in Taljamal, #Rudraprayag, and 30 people in Kumm village today, following a #cloudburst in the district. pic.twitter.com/TEv7tUyM1p
— DD News (@DDNewslive) August 29, 2025
કેદારનાર હાઈવે બંધ છે. ચેનાગઢમાં વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયા છે જેમાંથી ચાર ત્યાંના સ્થાનિકો છે તો ચાર નેપાળી મુળના છે. બચાવ ટીમ ઘટનાસ્થળે કામગીરી કરી રહી છે ત્યારે રૂદ્રપ્રયાગના વિવિધ રસ્તાઓ ખોલવાનું કામ પણ ચાલુ છે. રૂદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં નુકસાન થયું છે. ચેનાગઢ એ રૂદપ્રયાગ જિલ્લાનો એક નાનો બજાર વિસ્તાર હતો. જે હિમાલયની ગોદમાં આવેલો હતો. અહીંની બજાર દુકાનોથી ભરેલી હતી. લોકો પોતાની રોજીંદી જીવનશૈલીમાં વ્યસ્ત રહેતા ત્યારે આ પુરએ સર્વત્ર વિનાશ વેરયો. બજાર અને આવકનું સ્ત્રોત હતી ન હતી થઈ ગઇ.
કેદારનાથ ખીણને NH, PWD અને PMGSY સાથે રસ્તાઓ જોડાયેલા હતાં. ત્યારે 28 ની સાંજે બાસુકેદાર તાલુકાના બડેથ ડુંગર ટોક વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. આ ઘટના રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં એક સાથે બની હતી. પરંતુ, તેની અસર ચેનાગઢ પર સૌથી વધુ હતી. જેથી અનેક ગામ ડુબી ગયા અને શાંત વહેતી નદીઓ નાળામાં ફેરવાઈ ગઈ. બજારો કાટમાળથી ભરાઇ ગઇ. વાહનો તણાઈ ગયા, કાદવના ઢગલા થઈ ગયા, ઘરો ધોવાઈ ગયા લોકો ગુમ થઇ ગયા છે.
જિલ્લા વહીવટી તંત્રે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમ કામે લાગી ચૂકી છે. ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર શોક વ્યકત કર્યો હતો. જ્યારે સેનાએ પણ રૂદ્રપ્રયાગ થી 50 સૈનિકો પણ મોકલ્યા હતાં.
ગ્લોબલ વોર્મિંગ વાતાવરણમાં ભેજમાં 7% વધારો કરે છે જેના કારણે વરસાદ તિવ્ર બને છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિમાલયમાં પુરની તિવ્રતા વધી છે. ત્યારે માનવ પ્રવૃત્તિઓ કુદરતી આફતોને વધુ ઘાતક બનાવે છે.


