Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરપેસેન્જર ભરેલ ખાનગી બસમાં આગનું છમકલું

પેસેન્જર ભરેલ ખાનગી બસમાં આગનું છમકલું

- Advertisement -

જામનગર શહેરમાં આજે સવારે અમદાવાદથી દ્વારકા તરફ જઇ રહેલ જીજે.03.બીડબ્લ્યુ 1111 નંબરની બસની બેટરી કેબિનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને બસમાં રહેલાં પેસેન્જરોને બહાર કાઢી આગની કાબુમાં લીધી હતી.

- Advertisement -

અમદાવાદથી દ્વારકા તરફ જઇ રહેલ ખાનગી સ્લિપર એસી બસમાં આજરોજ સવારે સમર્પણ નજીક આવેલા ઓવરબ્રિજ પાસે બસની બેટરી કેબિનમાં શોર્ટસર્કિટ ને કારણે આગ લાગી હતી. ધનવીર ટુર્સ એન્ડ ટ્રાવલેસની આ બસમાં આગની ડ્રાઇવરને જાણ થતાં ડ્રાઇવરે તુંતર બસને સાઇડમાં રાખી મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. આ અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવતાં ફારયની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. ડ્રાઇવરની સર્તકતાને કારણે મોટી ર્દુઘટના થતાં અટકી હતી. બસ ચાલકની સર્તકતાને કારણે મુસાફરોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો અને સુરત જેવી ઘટના બનતા અટકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular