જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલી કંપનીમાં ડમ્પર માટી ખાલી કરવા માટે ઉંચુ કરાતા ઉપરથી પસાર થતા વીજવાયરને અડી જતાં વીજશોકથી ડ્રાઈવર કેબિનમાં આગ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના ખીરી ગામમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના કોટારિયા ગામના વતની પરશોતમ સખુવા ચૌધરી (ઉ.વ.39) નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે ખીરી ગામમાં આવેલી શ્રીજી કંપનીમાં માટીનું ડમ્પર ખાલી કરતો હતો તે દરમિયાન ડમ્પર ઉંચુ કરતા સમયે ઉપરથી પસાર થતા જીઈબીના વાયરને અડી જતાં શોર્ટ સર્કિટના કારણે ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી હતી. આ આગમાં કેબિનમાં રહેલા પુરૂષતભાઈ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નરેન્દ્ર બલદાણિયા નામના યુવાને કરેલી જાણના આધારે એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ખીરીમાં જીવંત વાયર ડમ્પરમાં અડી જતાં શોર્ટ સર્કિટથી કેબિનમાં આગ
કેબિનમાં રહેલો ચાલક ગંભીર રીતે દાઝી ગયો : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ : જોડિયાના ખીરી ગામમાં શ્રીજી કંપનીનો બનાવ : પોલીસ દ્વારા તપાસ