જામનગર જીલ્લાના ચેલા ગામ નજીક સાંજના સમયે ઇલેક્ટ્રિક વ્હીકલના પાર્ટ્સ બનાવતા કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લીબર્ટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ એસેમ્બલી પ્લાન્ટમાં શોટ શર્કીટ થી આગ લાગી હતી.
આગના પરિણામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર વિભાગની બે ટીમો સ્થળ પર દોડી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા 1કિમી દુર સુધી દેખાયા હતા. આગ લાગતા લાખો રૂપિયાનું નુકશાન થયુ હોવાનો અંદાજ છે.