ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામે ગઈકાલે રવિવારે સવારે આ વિસ્તારના ફાટક પાસે બંધ પડેલા એક ટ્રકમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી ગઈ હતી. આ બનાવ બનતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ બનાવની જાણ ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારને કરવામાં આવી હતી. જેના અનુસંધાને સ્ટાફના જવાનો તાકીદે ખજુરીયા ગામે સળગતા ટ્રક પાસે દોડી ગયા હતા અને પાણીનો અવિરત રીતે મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.