જામનગર શહેરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં ભંગારના વાડામાં સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
જામનગર શહેરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર પ્લોટ નંબર 8/21 માં ભંગારના વાડામાં આજે સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. યોગેન્દ્ર સંધીની માલિકીના ગોડાઉનમાં આગ લાગ્યાની ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બે ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.