Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારકાલાવડ પંથકના ખેડૂતને હૃદયરોગનો જીવલેણ હુમલો

કાલાવડ પંથકના ખેડૂતને હૃદયરોગનો જીવલેણ હુમલો

ખેતરે રાત્રિના સમયે હાર્ટએટેકથી બેશુદ્ધ : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના ઉમરાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા પટેલ પ્રૌઢને તેના ખેતરે છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ઉમરાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા રમેશભાઈ નારણભાઈ ભંડેરી (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત તા.6 ન રોજ રાત્રિના સમયે તેના ખેતરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુદ્ધ થઈ જતા પ્રૌઢને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે વહેલીસવારના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ઉપેન્દ્ર દ્વારા જાણ કરાતા એએસઆઇ જે.આર.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular