જામનગરમાં પોલીસ કર્મચારીઓ માં રિટાયર્ડ થયેલ બે કર્મચારીઓનું જામનગરના એસ.પી. દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં યુએએસઆઇ કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા પોલીસ હેડ કવાર્ટરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં અજીતસિંહ શિવુભા જાડેજાનો જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુએ બંને કર્મચારીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.