Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં બાળકોને ઇજાઓ પહોંચાડનારા કૂતરાને ગ્રામ પંચાયત દ્વારા પાંજરે પુરાયું

ખંભાળિયામાં બાળકોને ઇજાઓ પહોંચાડનારા કૂતરાને ગ્રામ પંચાયત દ્વારા પાંજરે પુરાયું

શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા તાકીદની કાર્યવાહી

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રસ્તે રઝડતા કૂતરાઓનો ત્રાસ હોય અને આ કુતરાઓ બાળકોને કરડતાં ભારે દેકારો બોલી ગયો હતો. જે અંગે ગ્રામ પંચાયત દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને આ કૂતરાને પકડી પાડી તેનો નિકાલ કરાયો હતો.

- Advertisement -

અહીંના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર, હાઉસિંગ બોર્ડ ખાતે રખડું કુતરાઓ દ્વારા આ વિસ્તારમાં ગલીઓમાં રમતા બાળકોને મોઢાના ભાગે તથા શરીરના ભાગે કરડી અને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા અંગેનો બનાવ બનવા પામ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતને કરવામાં આવેલી રજૂઆતોના અનુસંધાને ગ્રામ પંચાયતના સરપંચ તથા કાર્યકરો દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને આ વિસ્તારમાંથી કૂતરાને પકડી પાડી દૂરના આંતરિયાળ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની આ કાર્યવાહીથી આ વિસ્તારના રહીશોએ રાહતની લાગણી અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular