જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નો અને તે અંગત કાર્યવાહી કરવા તેમજ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ, દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્ર્નો, રોડ રસ્તાના પ્રશ્ર્નો, જેટકોની કામગીરી, ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્ર્નો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.
જિલ્લા કલેક્ટરએ જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.