Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બસ સ્ટેન્ડ નજીકથી પ્રૌઢનો મૃતદેહ સાંપડયો

જામનગરના બસ સ્ટેન્ડ નજીકથી પ્રૌઢનો મૃતદેહ સાંપડયો

જામનગરમાં ટ્રેન હેઠળ કપાઇ જતાં યુવાનનું મોત: પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે પાણીના પરબની બાજુમાંથી ભીક્ષુક રખડતા ભટકતા પ્રૌઢનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાનનું કપાઇ જતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે આવેલા પાણીના પરબની બાજુમાંથી રવિવારે રાત્રિ દરમિયાન કેશુભાઈ વેલજીભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.58) નામના શ્રમિક પ્રૌઢ દશેક વર્ષથી રખડતુ ભટકતુ જીવન જીવતા હતાં અને લાંબા સમયથી બીમારીના કારણે તબિયત બરાબર રહેતી ન હતી. દરમિયાન રવિવારની રાત્રિ દરમિયાન એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવતા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અવસરભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પ્રૌઢના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે કિ.મી. 829/6 થી 829/7 ની વચ્ચે આવેલા ખોડિયાર ચોકી વિસ્તારમાં રેલવે પાટા પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં આશરે 45 વર્ષના યુવાનનું કપાઈ જતાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઇ એમ. જેે. રાવલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના જમણા હાથમાં ગુજરાતીમાં જય ભીમ ત્રોફાવેલ હોય જેથી આ વ્યક્તિ અંગે કોઇપણ જાણકારી હોય તો મો.91068 29890 નંબર પર પીએસઆઈ એન. જે. રાવલને જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular