ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં આવેલા ખેતરે મજૂરીકામ માટે સાઈકલ પર જતાં યુવાનને બેફીકરાઈથી આવતા બાઈકસવારે હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બાઈકસવાર નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામનો વતની મુકેશ ભલાભાઈ મોહનીયા (ઉ.વ.26) નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે તેની સાઈકલ પર ગામની સીમમાં આવેલા ખેતરે જતો હતો તે દરમિયાન રોજીયાથી હમાપર તરફના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે સાઈકલસવાર મુકેશને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની મૃતકની પત્ની સરલાબેનના નિવેદનના આધારે અજાણ્યા બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
રોજીયા ગામ નજીક બાઇકે ઠોકરે ચડાવતા સાઈકલ સવારનું મોત
મંગળવારે સાંજે વાડીએ જતાં સમયે કાળ આંબી ગયો : નાશી ગયેલા બાઈકસવારની શોધખોળ