Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો

કલ્યાણપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો

- Advertisement -

જામનગરના એક પરિવારના સદસ્યો તાજેતરમાં મોટરકાર મારફતે દ્વારકા દર્શન કરીને પરત ફરતાં સર્જાયેલા કાર અકસ્માતમાં દસ વર્ષીય બાળાનું મોત નીપજ્યાના બનાવમાં કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

કલ્યાણપુર આશરે 33 કિલોમીટર દૂર લીંબડી ચોકડીથી આગળ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જીજે-10-બીજી-2037 નંબરની અલ્ટો મોટરકાર કે જેમાં જામનગરથી દ્વારકા ફરી અને પરત જામનગર જતા પરિવારજનોની આ કારના અકસ્માતમાં અલ્ટો પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં જઈ રહેલી 10 વર્ષની તૃષા હરેશભાઈ પિઠીયા (રહે. હાલ જામનગર) નું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે આ બાળાના માતાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

આ સમગ્ર બનાવ અંગે કારચાલક અને મૃતક બાળકીના પિતા હરેશભાઈ દેવાણંદભાઈ પિઠીયા (રહે. હાલ જામનગર) સામે જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ધણેજ ગામના રહીશ મહેશભાઈ હરદાસભાઈ પિઠીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 304 (એ), 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular